Gør som tusindvis af andre bogelskere
Tilmeld dig nyhedsbrevet og få gode tilbud og inspiration til din næste læsning.
Ved tilmelding accepterer du vores persondatapolitik.Du kan altid afmelde dig igen.
સમગ્ર માનવ ઇતિહાસમાં ઘુવડ વિવિધ રીતે ભય, જ્ઞાન, શાણપણ, મૃત્યુ અને આધ્યાત્મિક વિશ્વમાં ધાર્મિક માન્યતાઓને પ્રતીક કરે છે. મોટાભાગની પશ્ચિમી સંસ્કૃતિઓમાં ઘુવડના મંતવ્યો સમય સાથે ધરમૂળથી બદલાયા છે. આ પુસ્તક પક્ષીવિજ્ઞાન અને વન્યજીવન જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વના જાણીતા પક્ષીવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો, અને પક્ષીનિરીક્ષકો દ્વારા પ્રકાશિત અધિકૃત અને પ્રમાણભૂત સાહિત્યનું વ્યવસ્થિત સંકલન છે. ડૉ. હિરેન બી. સોનીના અંગત અવલોકનો અને ગુજરાતના જંગલી ભૂપ્રદેશમાં આદરેલાં પ્રકાશિત સંશોધન કાર્યને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યું છે, જે તેમના પક્ષીવિજ્ઞાની અને વન્યજીવ જીવવિજ્ઞાની તરીકે ૨૪ વર્ષના સંશોધનકાળ દરમિયાન સાંભળેલ, જોયેલ, લખેલ તેમજ અનુભવેલ છે. આ પુસ્તક સંશોધકો, વૈજ્ઞાનિકો, અને પક્ષી સંરક્ષણવાદીઓ માટે ચોક્કસપણે એક તૈયાર સંદર્ભ સામગ્રી અને હાથવગી અભ્યાસ માર્ગદર્શિકા બની રહેશે.
Tilmeld dig nyhedsbrevet og få gode tilbud og inspiration til din næste læsning.
Ved tilmelding accepterer du vores persondatapolitik.